परम पदने पामवा | Param Padme Pamva

પરમ પદને પામવા, સ્વસ્વરૂપમાં જામવા…

આતમ જાગૃત બન, અંતરસૃષ્ટિ નિહાળવા, ભૂલ ને દોષો ટાળવા,

ઘડી અંતર્મુખ બન…

આતમ જાગૃત બન…

વિષમ ભાવો સેવીને તું ભવાટવિ માં ભટક્યો,
રાગને રોષને દૂર કરે તો સંસાર તારો અટક્યો…
સમતા કેરો સ્ત્રોત જ્યાં, આનંદનો અનુસ્ત્રોત ત્યાં,
શ્રદ્ધા કરી લે સઘન…
આતમ જાગૃત બન…।।1।।

મમતા નાં બંધન બધાંયે, ઊભા કરે છે મરણને,
સમ્યક્ જ્ઞાનનો દીપ પ્રગટતાં,
સ્વીકારે સંત શરણને…
સાચો સંગાથી આત્મા,
નિશ્ચય બને પરમાત્મા…
એ જ તત્વ તરણ…
આતમ જાગૃત બન…।।2।।

1 Like