જિનવર કહે છે જ્ઞાન તેને | Jinavar Kahe Chhe Gyan Tene| जिनवर कहे है ज्ञान

(હરિગીત)

જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો

જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં,
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં;
એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો ૧

નહિ ગ્રંથ માંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી,
નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી ;
નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો ૨

આ જીવ ને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહિ,
પચખાણ કીધા ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહિ;
એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો 3

કેવળ નહિ બ્રહ્મચર્યથી----------------------------
કેવળ નહિ સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો ૪

શાસ્ત્રો વિશેષ સહીત પણ જો, જાણિયું નિજરૂપને,
કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને;
તો જ્ઞાન તેને ભાખિયું, સમ્મતિ આદિ સ્થળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો ૫

આઠ સમિતિ જાણીયે જો, જ્ઞાની ના પરમાર્થથી,
તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થંથી;
નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વે ભવ્યો સાંભળો ૬

ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વના,
શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંત ના;
પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં એ જ ઠેકાણે ઠરો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વે ભવ્યો સાંભળો ૭

વ્રત નહિ પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો ,
મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો;
છેદ્યો અનંતા--------------------------------------
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વે ભવ્યો સાંભળો ૮

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર

2 Likes