જડ ભાવે જડ પરિણમે | Jad Bhaave Jad Pariname

(દોહરા)

જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ૧

જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ ? ૨

જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩

બધં મોક્ષ સયોગથી , જયાં લગ આત્મા અભાન;
પણ નહીં ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪

વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન;
પણ જડતા નહીં આત્માને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫

ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત;
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬

પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભસ્યો દેહ ;
હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી નેહ. ૭

જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનતં ;
કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮

મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ;
અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯

હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦

પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧

Artist: શ્રીમદ્ રાજચંદ્ર

2 Likes