નિર્વાણ મહોત્સવ દિન આજ | Nirvan Mahotsav Din Aaj (gujarati)

નિર્વાણ મહોત્સવ દિન આજ, વીર પ્રભુ સિદ્ધ થયા છે.
વીર જિનેશ્વર સિદ્ધ થયા છે, ગૌતમ કેવળજ્ઞાન…વીર.

સમશ્રેણી પ્રભુ પાવાપુરીમાં, મુક્તિમાં બિરાજ્યા નાથ…વીર.
અનાદિ દેહનો સંબંધ છૂટીને, ચૈતન્ય ગોળો છૂટ્યો આજ…વીર.
યોગ વિભાવનું કંપન છૂટયું, છે અનંત અકંપતા આજ…વીર.
અનંત અનંત ગુણ પર્યાયે પરિણમ્યા, પ્રગટ્યો અગુરુલઘુ મહાન…વીર.
પુનિત પગલાં કાલ હતાં ભરતમાં, આજે થયા ચિબિંબ.વીર.
કાલે વીરજી અરિહંત હતા, આજે સિદ્ધ ભગવાન વીર.
ભરતક્ષેત્રે પાવાપુરીમાં, સ્મરણ વીરનાં થાય…વીર.
દેવ દેવેંદ્રો પાવાપુરીમાં ઊતર્યા, નિર્વાણ મહોત્સવ કાજ…વીર.
વિરહ પડ્યા આ ભરતક્ષેત્રમાં, ત્રિલોકીનાથના આજ…વીર.
હે વીર! હે વીર! ભરતક્ષેત્રમાં, સેવક કરે તેને સાદ…વીર.
સિદ્ધ મંદિરે નાથ બિરાજ્યા, શાસનમાં જાગ્યા કોઈ સંત…વીર.
સાદ સાંભળ્યો સેવક તણો એ, જાગ્યા કુંદ-કહાન સંત…વીર.
કુંદકુંદ અમૃતાદિ કહાનગુરુ પાકીયા, શાસનના રક્ષણહાર…વીર.
કહાનગુરુને શ્રુતસાગર ઊછળ્યા, જ અમૃત વરસ્યા મેહ…વીર.
આતમ આધાર એ અમ સેવકના, શિવપુરનો એ સાથ …વીર.