આજે વીરપ્રભુજી નિર્વાણ | Aaje Veer Prabhu Ji Niravaan(Gujarati) आज वीर प्रभुजी का निर्वाण

આજે વીરપ્રભુજી નિર્વાણ પદને પામિયા રે,
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન;
સુરનર આવે નિર્વાણ કલ્યાણકને ઊજવવારે. આજેo

(સાખી)
ચરમ તીર્થકર વીર પ્રભુ ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી વિરહ પડ્યા દુઃખદાય;
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે,
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત;
અહીં ભરતક્ષેત્રે તીર્થકર વિરહ પડ્યા રે.

આજે ૨ ત્રીશ વર્ષે તપ આદર્યા લીધા કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારી ને પામ્યા પદ નિર્વાણ;
પ્રભુજી આપે તો આપનો સ્વારથ સાધિયો રે,
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ;
અમને કેવળના વિરહામાં મૂકી ચાલિયા રે.

તોપણ તુજ શાસનમાંહિ, પાક્યા અમૌલિક રત્ન,
કુંદામૃત ગુરુ કહાન છે, શાસન ધોરી નાથ;
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવિયા રે,
જે છે અમ સેવકના આતમ રક્ષણહાર,
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપિયારે આજે

ભરતે વીરપ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે,
તે છે કહાન ગુરુનો પરમ પરમ પ્રતાપ;
જેણે વિરપ્રભુનો મુક્તિમાર્ગ શોભાવિયો રે,
જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે. આજે

1 Like